લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગરની બેઠક પરથી લડતા ભાજપના ઉમેદવાર અને સરકારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરેલી એફિડેવિટની વિગતો મુજબ તેઓની અને તેમની પત્નીની મળીને 65.67 કરોડથી વધુની સંપત્તિ છે. જો કે તેઓની પાસે કોઈ પણ કાર કે વાહન નથી. ગત ચૂંટણીમાં તેઓએ ઉમેદવારી સમયે રજૂ કરેલી આવકની વિગતો મુજબ 30.49 કરોડની સંપત્તિ હતી. આમ પાંચ વર્ષમાં તેઓની સંપત્તિમાં 100 ટકા કરતા પણ વધુનો વધારો થયો છે.