સમગ્ર દુનિયાના દેશ દર વર્ષે 22 એપ્રિલે અર્થ ડે - પૃથ્વી દિવસ મનાવે છે. પૃથ્વી અને તેના વાતાવરણને સુરક્ષિત કરવાના હેતુથી લોકોને જાગૃત કરવા માટે પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. પૃથ્વીના મહત્વને સમજતા અને તેની રક્ષા માટે સમગ્ર વિશ્વના લોકોએ એક દિવસની પસંદગી કરી જેને હવે વિશ્વ પૃથ્વી દિવસના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ લોકોને આંતરરાષ્ટ્રીય સ્તરે એકત્ર કરીને પર્યાવરણ સુરક્ષા માટે પોતાનો સહયોગ આપવા માટે પ્રેરિત કરવાનો છે જેથી આ ગ્રહને નુકસાન પહોંચાડનારી માનવ ગતિવિધિઓને ઓછી કરવામાં આવી શકે.