સુરતની બેઠક પરથી કુલ 15 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવ્યા બાદ ફોર્મ ચકાસણી વખતે 6 ઉમેદવારના ફોર્મ રદ થતા હવે ચૂંટણી જંગમાં નવ ઉમેદવારોમાંથી ભાજપના ઉમેદવારને બાદ કરતા આઠ ઉમેદવારો મેદાનમાં હતા અને આ આઠમાંથી બાકીના 7 ઉમેદવારોએ તેમના નામ પાછા ખેંચી લીધા હતા.સુત્રોની વાત માનીએ તો સુરત બેઠક બિનહરીફ પણ થઈ જાય તો નવાઈ નહીં અને જો એવું થાય તો સુરત દેશની પ્રથમ બિનહરીફ બેઠક બનશે.બસપાના ઉમેદવાર પ્યારેલાલે હજુ સુધી તેમની ઉમેદવારી પાછી ખેંચી નથી. આજે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ છે.