ગુજરાતમાં ગરમી વધી રહી છે ત્યારે કમિશનર ઓફ સ્કૂલની અમદાવાદ કચેરી દ્વારા ગરમી-હિટવેવ સંદર્ભે સ્કૂલો માટે ગાઈડલાઈન જાહેર કરી છે અને ગુજરાત હિટવેવ એક્શન પ્લાનની સૂચનાઓ મુજબ સ્કૂલોમાં અમલ કરાવવા તમામ ડીઈઓને આદેશ કરવામા આવ્યો છે. ગાઈડલાઈન મુજબ ગરમીની સિઝનમાં સ્કૂલોના સમયનું નિયંત્રણ સવારે 6 થી 11 સુધી કરવાનું રહેશે તેમજ ઉનાળા દરમિયાન કોઈ પણ પ્રકારના ઓપન એર વર્ગો યોજવા નહિ.ઉપરાંત આ માટે સરકાર દ્વારા ગુજરાત હિટવેવ એકશન પ્લાન-2024 તૈયાર કરવામા આવ્યો છે.