પાટણની ખાનગી શાળાના એક શિક્ષકે શાળાના પેપર તપાસવા માટે પોતાની જ શાળાની એક વિદ્યાર્થિનીને ઘરે બોલાવી હતી. જે બાદ તેને બદઈરાદાથી ટચ કરી છેડતી કરી હતી. ગભરાઈ ગયેલી વિદ્યાર્થિની ત્યાંથી ભાગી છૂટી હતી. રસ્તા પર આવ્યા બાદ અન્ય લોકો અને માતાપિતાને ફોન પર જાણ કરી હતી. આ ઘટનાના પગલે હોબાળો થતા લોકોએ જાહેરમાં જ લંપટ શિક્ષકને મેથીપાક ચખાડ્યો હતો.