બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઈવે પરથી આ હ્રદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. પેપર મિલના કૂવામાં 5 મજૂર કામ કરી રહ્યા હતા. તે સમય દરમિયાન કૂવામાં એક મજૂરને કોઈ સમસ્યા સર્જાતા એક મજૂરને બચાવવા જતાં ચાર મજૂરો કૂવામાં ગૂંગળામણનો ભોગ બન્યા હતા, જેમાં 3 મજૂરોનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તેમજ 2 હજી પણ સારવાર હેઠળ છે. હાલ સમગ્ર બાબતને લઈને ગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.