લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની વિગતો આપતા મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે 15 માર્ચ 2024 સુધીમાં અરજી કરનાર તમામ નાગરિકોને EPIC કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. જો EPIC કાર્ડ ન હોય તો e-EPIC ની પ્રિન્ટને પણ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે. ગુજરાતના આશરે 5 કરોડ લોકો આગામી ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરી શકશે. EPIC કાર્ડ ન હોય તો e-EPIC ની પ્રિન્ટ પણ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણાશે.12 લાખ કરતાં વધુ ફર્સ્ટ ટાઈમ વોટર મતદાન કરશે