ચૂંટણી દરમિયાન દેશી અને વિદેશી દારૂની હેરાફેરી અને વેપલા સામે પોલીસે લાલઆંખ કરી છે.પોલીસની સક્રિયતાને દ્વારકા નજીક વસઇ સીમમાં સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી હતી પોલીસે સ્થળ પરથી દેશી દારૂનો 300 લીટર જથ્થો ઉપરાંત 11,250 લીટરનો આથાનો ગંજાવર જથ્થાે કબજે કર્યો હતો.પોલીસના દરોડાને પગલે દેશી દારૂઓની ભઠ્ઠીઓ ચલાવતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.