આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં ખેડૂતો આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી કરતાં હોય છે. પરંતુ કેટલાક કિસ્સામાં બિયારણ નકલી નિકળતાં ખેડૂતોને આર્થીક નુકશાન વેઠવાનો વારો આવતો હોય છે. ત્યારે છેતરપિંડીથી બચવા માટે આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાની અપીલ નાયબ ખેતી નિયામક દ્વારા કરવામાં આવી છે.