દેશમાં સાત તબક્કામાં યોજાનાર લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાનું મતદાન પૂરું થતાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની 26 પૈકી 25 બેઠકો માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. ગુજરાત રાજયના સ્થાપના દિન 1મે અને 2જી મે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચૂંટણી પ્રવાસ ગોઠવાઇ રહયો છે. આ બે દિવસમા ચાર ઝોનમાં છ સભાનુ આયોજન કરવામા આવી રહ્યુ છે. આગામી તારીખ 27, 28 અને 29 એમ ત્રણ દિવસ માટે અમિત શાહ ગુજરાતમાં આવશે.