હરણી દુર્ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હીતની અરજીની સુનાવણી ચાલી રહી છે. હાઈકોર્ટ દ્વારા કાંકરિયા તળાવમાં ચલાવાતી બોટીંગ અને વોટર સ્પોર્ટસ એકિટીવીટી નવો કરાર ના થાય ત્યાં સુધી બંધ કરવા આદેશ આપવામા આવ્યો હતો. આમ છતાં કાંકરિયા લેકફ્રન્ટ સત્તાવાળાઓ દ્વારા તળાવમાં બોટીંગ તથા વોટર સ્પોર્ટસ એકટિવીટી ચલાવવામા આવી રહી હતી. અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામા બાદ કાંકરિયા તળાવમાં ચલાવવામા આવતી બોટીંગ તેમજ વોટર સ્પોર્ટસ એકિટીવીટી બંધ કરવાની મ્યુનિસિપલ કોર્પોરેશન તથા કાંકરિયા લેકફ્રન્ટ સત્તાવાળાઓને ફરજ પડતા મંગળવારથી તમામ પ્રવૃત્તિ નવા એમ.ઓ.યુ.ના થાય ત્યાં સુધી બંધ રહેશે.