30 વર્ષ આગાઉ લતીફ ગેંગે કરેલ રાધિકા જીમખાના શૂટઆઉટ કેસમાં આજીવન કેદની સજા કાપતા આરોપી જેલમાંથી પેરોલ જમ્પ કરીને ફરાર થઇ જતા અમદાવાદ દરિયાપુર પોલીસે ઝડપી પાડ્યો છે. અમદાવાદના એક સમયના ડોન લતીફ સામે દારુના ધંધાની હરિફાઈમાં પડેલા હંસરાજ ત્રિવેદી સહિત નવ જણાં ઉપર રાધિકા જીમખાનામાં અંધાધૂંધી ગોળીબાર કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જણાયું હતું કે, લતીફ અને તેના સાગરિતોએ ભેગા મળી આ સામુહિક હત્યાકાંડને અંજામ આપ્યો હતો.