લોકસભા ચૂંટણી પછી પહેલીવાર સાળંગપુર હનુમાનજી મંદિર માટે અમદાવાદથી ડેઈલી હેલિકોપ્ટર રાઇડ સેવા શરૂ કરવામાં આવશે. સાળંગપુર કષ્ટ ભંજન દેવ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરથી 700 મીટરના અંતરે બે હેલિપેડ તૈયાર કરવામાં આવ્યા છે. કાંકરિયાથી સાળંગપુર વ્યક્તિ દીઠ આશરે 30 હજાર સુધી ભાડું ચૂકવવાનું રહેશે.અમદાવાદ બેઝ્ડ એરોટ્રાન્સ કંપની દ્વારા હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે, જેમાં લોકો અંબાજી, શ્રીનાથજી, પાલિતાણા, સારંગપુર, સોમનાથ, વડનગર, નડાબેટ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને તલગાજરડા હેલિકોપ્ટરમાં જઈ શકશે.