અમદાવાદના ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રની કચેરી, બહુમાળી ભવન-૨, વસ્ત્રાપુર ખાતે ફરજ બજાવતા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર, વર્ગ-૨, દર્શનાબેન કાન્તીલાલ મોદી રૂ.૨૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા છે. પોલીસ તપાસમાં દુકાન પાસે બિલો માગ્યા હતા અને દવાના પ્રિસ્ક્રિપ્શનની નોંધ નથી કહીને એક લાખની માંગણી કરી હતી અને ગતરોજ રૃા. ૨૦ હજાર લેતા રંગે હાથ પકડાયા હતા.