રાજ્યના જળાશયોમાં હાલની સ્થિતિએ 47% જળસંગ્રહ છે. પીવાના પાણી માટે જીવાદોરી સરદાર સરોવરમાં 50% પાણીનો જથ્થો છે. રાજ્યમાં 67 જળાશયોમાં 10%થી પણ ઓછું પાણી છે. 25%થી ઓછો જળસંગ્રહ હોય એવા જળાશયોની સંખ્યા 114 છે એટલે કે રાજ્યના અડધાથી પણ વધુ જળાશયોમાં 25%થી પણ ઓછું પાણી છે. 15 જળાશયો ખાલી છે.