આણંદ ગણેશ ચોકડી થી બોરસદ ચોકડી દોઢ કિમીના માર્ગ પર સતત 24 કલાક 10 હજારથી વધુ વાહનોની અવરજવર હોવા છતાં માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાયા હોય યોગ્ય મરામત કરાતી નથી. જ્યારે તંત્ર દ્વારા માત્ર થિંગડા મારીને સબ સલામત હોવાનો દાવો કરતાં હજારો વાહનચાલકો નાના મોટા અકસ્માતના બનાવોનો ભોગ બની રહ્યાં છે. મહત્વનું છે કે રાજ્ય સરકારે ચોમાસામાં ધોવાણ થઇ ગયેલા જાહેર માર્ગોની મરામતની કામગીરી હાથ ધરવા આદેશ કર્યો હતો. છતાં પણ તંત્ર દ્વારા થિંગડા મારીને જૈ સે થે હાલતમાં છોડી દેવામાં આવેલ છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે માર્ગનું નવીનીકરણ કામગીરી હાથધરવામાં આવે તેવી દુકાનદારો સહિત વાહનચાલકોમાં માંગ ઉઠવા પામી છે.