પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોના મતદાન મથકો પર ચુંટણીની જવાબદારી સંભાળી રહેલા સ્ટાફને ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ વીવીપીએટ, શાહી, ડાયરી, મતકુટીર, સોય- દોરા, લાખ સહીતની 170 પ્રકારનું મતદાનમાં ઉપયોગમાં લેવામાં આવતા સાહિત્યને સ્ટેશનરીની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ સામગ્રી લઈને કર્મચારીઓ પોતાના મતદાન મથકો પર પહોંચવા લાગ્યા હતા.