ગુજરાતની લોકસભાની સુરત સિવાયની 25 બેઠકો તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટેની 5 બેઠકો પર આવતીકાલે 7 મેના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણીપંચ દ્વારા ઝીણવટપૂર્વક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ગુજરાતમાં 50,787 મતદાન મથક પર 7 મેના રોજ મતદાન યોજાશે, જેમાં 13,600 મતદાન મથક સંવેદનશીલ છે. ક્રિટિકલ મતદાન મથકો માટે 10 જેટલી SRP કંપનીનો ઉપયોગ કરવાનું ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયું છે. જ્યારે 1.20 લાખ પોલીસકર્મી મતદાનના દિવસે ખડેપગે રહેશે.