અંકલેશ્વર ઝઘડિયાની કંપનીમાં રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે કામ કરતાં અને પાકિસ્તાની જાસુસી સંસ્થાને ડ્રોન અને મિસાઇલના પાર્ટસની જાણકારી સહિતની ગુપ્ત માહિતી પહોંચાડતા એન્જિનીયરને શનિવારે તપાસ માટે અંકલેશ્વર લાવવામાં આવે તેવી સંભાવના છે. આરોપી છેલ્લા 2 મહિનાથી અંકલેશ્વર ખાતે રહેવા માટે આવ્યો હતો. સ્ટેટ સીઆઇડીની ટીમે આરોપી પ્રવિણ મિશ્રાને કોર્ટમાં રજૂ કરી તેના 14 દિવસના રીમાન્ડ મેળવ્યાં છે.