ગત જુલાઈ માસ દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગના સ્ટ્રોંગ રૂમનું તાળું ખોલી અજાણ્યો વ્યક્તિ કેટલીક ઉત્ત્તરવહીની ચોરી કરી ગયો હોવાનો ગુનો પોલીસ મથકે નોંધાયો હતો. આ ગુનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે માસ્ટર માઈન્ડ બિહારના સન્ની ચૌધરી અને ઉત્તર પ્રદેશના અમિતસિંગને ઝડપી પાડ્યા છે . તેઓએ પેપર દીઠ રૂ. 50 હજારમાં 59 વિદ્યાર્થીઓને ચીટીંગ કરી મદદ પહોંચાડી હતી.