એશિયન ગેમ્સ 2023ના ત્રીજા દિવસે ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ભારતની હોર્સ રાઈડિંગ ટીમે 41 વર્ષ બાદ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય હોર્સ રાઇડર સુદીપ્તી હજેલા, દિવ્યકીર્તિ સિંહ, અનુશ અગ્રવાલ અને હૃદય છેડાએ ભારતને ગોલ્ડ મેડલ જીતાવ્યો છે.