આજવા સરોવરની સપાટીમાં વધારો થતા હાલમાં આજવા સરોવરની સપાટી આજરોજ બપોરે 3:30 કલાકે 212.18 ફૂટ નોંધાઈ છે. જ્યારે ભયજનક સપાટી 214 ફૂટ છે. જેથી લેવલ જાળવવા 62 દરવાજા વાટે પાણી છોડવામાં આવી શકે છે . ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજવા સરોવરની સપાટી વધી રહી છે. આજવા સરોવર ભયજનક સપાટી નજીક પહોંચે તો વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાઈ શકે છે. રાહતની વાત એ છે કે, હાલ વિશ્વામિત્રી નદીની સપાટી માત્ર 6.23 ફૂટ છે. જો કે, વિશ્વામિત્રીના કાંઠા વિસ્તારોને સચેત રહેવા સૂચના જારી થઈ શકે છે.