વિકસિત ભારતના સ્વપ્ન અને અમૃતકાળના સંકલ્પને સાર્થક કરતા મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ સહિત ગુજરાત સરકારના કુલ રૂ. 5206 કરોડના વિવિધ વિકાસકાર્યોની આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ અને ખાતમુરત કરી ભેટ અપાશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ અધિકારીઓ પદઅધિકારીઓ હાજર રહેશે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા ખાતે આવેલ સેવાસદન પાસેના મેદાનમાં બપોરે 12 કલાકે આયોજન થયું છે.