27મી સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિવસ ઉજવાય છે. થોડા સમય અગાઉ કેન્દ્ર સરકારના ઈન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ-૨૦૨૩ રિપોર્ટમાં આ વાત સાબિત થઇ હતી. આ અહેવાલ પ્રમાણે, ગુજરાતે વિદેશી પ્રવાસીઓના આગમન મામલે દેશમાં પહેલું સ્થાન અને સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં દેશમાં પાંચમું સ્થાન મેળવ્યું હતું. વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો દેશમાં 20.70% સાથે સૌથી વધુ રહ્યો હતો