છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આયોજિત અનેક વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે જ્યારે ગુજરાત આવે છે ત્યારે અનેક વિકાસ કામોની ભેટ આપે છે. દીર્ધદ્રષ્ટા પ્રધાનમંત્રીએ શિક્ષણ સાથે ટેકનોલોજી પર ભાર મૂક્યો છે. અને તેમાં ગ્રામ્ય વિસ્તારને પણ બાકાત નથી રાખ્યો. ખાસ કરીને , અમૃતકાળમાં આદિવાસી વિસ્તારમાં લોકોનું જીવન અમૃતમય બને તેવો પ્રયાસ રહે છે