આપનો દીકરો આપના અધિકાર પાક્કા કરી રહ્યો છે ; પીએમ
રાજ્યના 22 જિલ્લા તથા 7500 ગ્રામ પંચાયતમાં વાયફાઇ પહોંચતા ગ્રામજનોને તેનો લાભ મળતા અભિનંદન પાઠવું છું. આ માત્ર ઇ.ગ્રામ- વિશ્વગ્રામની એક ઝલક છે. ખૂબ ઓછી કિંમતે ઉત્તમ ઈન્ટરનેટની સુવિધા આપી છે. છોટાઉદપુર જિલ્લો મોદીની દેન તેવી ચર્ચા થાય છે. આદિવાસી ક્ષેત્ર અગ્રીમ પંક્તિમાં આવે તેવી મથામણ છે. અગાઉની સરકારે માત્ર વાયદા કર્યા હતા. પરંતુ, આપનો દીકરો આપના અધિકાર પાક્કા કરી રહ્યો છે.