નવસારીના ખેરગામ ખાતે પ્રેમી સાથે રહેતી સગીરવયની બાળાને એના પ્રેમીએ જ મોતને ઘાટ ઉતાર્યા બાદ ત્યાંથી ભાગી ગયો હતો. આ અંગે પોલીસે તપાસ કરી આરોપીની ધરપકડ કરી હતી અને કડકાઈથી પુછપરછ કરતાં તેણીને ધાતુના તારવડે ગળે ટૂંકો આપી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.જેના આધારે પોલીસે પ્રેમી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. તેમજ આરોપી રસિક પટેલને કોર્ટમાં રજૂ કરતા આરોપીના બે દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે.