ગુરપતવંત પન્નુ વિરુદ્ધ અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસે અમદાવાદના નાગરિકોને ભયભીત કરવા માટે કરવામાં આવતા ધમકીભર્યા કોલની નોંધ લીધી હતી. સાથે જણાંવ્યું છે કે, અમદાવાદ શહેર પોલીસ આવા સંગઠન કે તેના સમર્થકો દ્વારા કરવામાં આવતી કોઈપણ પ્રવૃત્તિ કે જે ભારત દેશના નાગરિકોમાં ભય પેદા કરે કે દેશની અખંડીતતા કે સાર્વભૌમત્વને નુકશાન પહોંચાડે તેને કયારેય સફળ થવા દેશે નહિ આવી ધમકીઓને પહોંચી વળવા માટે અમદાવાદ શહેર પોલીસ સજ્જ અને સક્ષમ છે.