અમદાવાદના ઘુમા વિસ્તારમાં વધુ એક નિર્માણાધીન બિલ્ડિગમાં દુર્ઘટ સામે આવી છે. બાંધકામ સમયે પાલક અને સ્લેબ તૂટતાં 3 શ્રમિકોના મોત નિપજતા વિસ્તારમાં ગમગીની પ્રસરી જવા પામી છે. ઝવેરી ગ્રીન્સ નામની કન્ટ્રક્શન સાઈટ પર ગઇકાલે સાંજે આ દુર્ઘટના બનતા પોલીસ વિભાગ દ્વારા ઘટના સ્થળને કોર્ડન કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. , મૃત્યુ પામેલા ત્રણેય શ્રમિકો ઉત્તર પ્રદેશના હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે , ગતરાત્રે વડોદરા શહેરમાં પણ ગોત્રી નિલામ્બર સર્કલ પાસે નવી બની રહેલી સાઇટ પર ક્રેનની ટ્રોલી તૂટતાં એક શ્રમજીવીનું મોત થયું હતું.