વલસાડના કપરાડા પોલીસ મથકે નોંધાયેલી એક પ્રોહીબિશનની ફરિયાદમાં પાયલોટિંગ કરતી કાર તરીકે કપરાડાની મહિલાનું નામ ખુલ્યું હતું. જેથી કપરાડા પોલીસ મથકના ASI યોગેશ માહલા અને HC અતુલ પટેલે મહિલાના પતિ અને પરિવારના સભ્યો પાસે મહિલા વિરુદ્ધ ધરપકડ કે પોલીસ કાર્યવાહી ન કરવા બદલ 1.50 લાખની લાંચની માંગણી કરી હતી. મહિલાનો પતિ લાંચ આપવા માંગતો ન હોવાથી ACBમાં ફરિયાદ નોંધાવી હતો.