દેશ 2 ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની 119મી જન્મજયંતીની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. ગાંધી પરિવાર અને અન્ય નેતાઓ પણ રાજઘાટ પહોંચી રહ્યા છે.