આણંદમાં ગોપાલપુરા ફાટક પાસે રેલ્વે ટ્રેક ઉપર સાત ફુટનો અજગર ટ્રેન નીચે કચડાયો હતો. ટ્રેનના તોતીંગ વ્હીલ ફરી વળવાથી અજગરના શરીરના બે ટુકડા થઈ ગયાં હતાં અને સ્થળ પર જ મોત નિપજ્યું હતું. વનવિભાગે આ મૃત અજગરનું પોસ્ટમોર્ટમ કરાવી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.