સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે કાર્યરત પાવર હાઉસમાંથી રેકોર્ડ બ્રેક વીજળી પેદા થઈ છે. 9000 કરોડના ખર્ચે બનેલાં સરદાર સરોવર નર્મદા ડેમ પર હાલ કાર્યરત બંને પાવર હાઉસ 2005 માં શરૂ કરવામાં આવ્યા હતા. વર્ષ 2005થી અત્યાર સુધીમાં 1200 મેગાવોટ RBPHમાંથી 46,23,0344 મેગાવોટ અને 250 મેગાવોટ CHPHમાંથી 11,55,8589 મેગાવોટ મળી કુલ 57,78,8933 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થઈ ચૂક્યું છે. જેની કિંમત 11556 કરોડ રૂપિયા થાય છે.