પાટણ શહેરના કોલેજ રોડ ઉપર હાલમાં નિર્માણાધિન રેલ્વે ઓવરબ્રિજની નીચે સર્વીસ રોડ નીચેથી પાણીની પાઇપલાઇન નાંખવાની કામગીરી આજથી હાથ ધરાઈ રહી હોવાથી ત્રણેક દિવસ સુધી આ સર્વીસ રોડ પરનો વાહન વ્યવહાર સ્થગિત કરવામાં આવશે. વિવેકાનંદજીની પ્રતિમાથી ઓવરબ્રિજનાં સર્વીસ રોડ પર થઇને રેલવે ફાટક સુધી ત્રણ દિવસ રોડ બંધ કરાશે.