અમદાવાદમાં ક્રિકેટ વર્લ્ડ કપની આજરોજ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડીયમ અમદાવાદ શહેર ખાતે પ્રથમ ક્રિક્રેટ મેચ સાથે WORLD CUPનો શુભારંભ થતો હોવાથી વધુ પ્રમાણમાં પ્રેક્ષકો એકત્ર થનાર હોઇ આવા સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, કાયદો અને વ્યવસ્થાને હાની પહોંયાડે તેવી શકયતા નકારી શકાય તેમ નથી. જેથી સલામતીને ધ્યાને રાખી અમદાવાદ શહેરમાં “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર કરવામાં આવ્યા છે. જો કે, પોલીસ , સુરક્ષાબળો , GCA ,BCCIને મુક્તિ આપી છે. આ હુકમ 5 ઓકટોબરથી 24 કલાક સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે