દિલ્હી દારૂ પોલીસી કૌભાંડમાં આમ આદમી પાર્ટી પણ આરોપી બનાવી શકાય છે. સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યું હતું કે જો PMLA હેઠળ દારૂની પોલીસીથી કોઈ રાજકીય પક્ષને ફાયદો થયો છે, તો તે પક્ષ આ કેસમાં શા માટે સામેલ નથી? જો દારૂની પોલીસીથી રાજકીય પક્ષને સીધો ફાયદો થયો છે, તો તે કેસમાં આરોપી અથવા પક્ષકાર કેમ નથી? કોર્ટના વલણ બાદ હવે તપાસ એજન્સી કાયદાકીય સલાહ લઈ રહી છે.