મેળામાં નરેન્દ્ર મોદીની ખાસ ગેલેરી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની
કચ્છના સાયંરા(યક્ષ) ખાતે દર વર્ષે યોજાતા કચ્છના સૌથી મોટા અને મીની તરણેતર યક્ષ બૌંતેરાના ભાતીગળ મેળાનો પ્રારંભ થઇ ચૂક્યો છે જેમાં જુદાં જુદા આકર્ષણના કેન્દ્રો પણ ઊભા કરવામાં આવ્યા છે.1282મી વખત યોજાઈ રહેલા આ મેળામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચ્છની 90થી પણ વધુ વખતની મુલાકાત સમયની ક્ષણોના તસવીરો સાથેની ગેલેરી ઊભી કરવામાં આવી છે.જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.