વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે. મુંબઈથી અમદાવાદ સુધીની દેશની પ્રથમ બુલેટ ટ્રેનની કામગીરી તેજ ગતિએ ચાલી રહી રહી છે. વલસાડ જિલ્લામાં બુલેટ ટ્રેનની કામગીરીમાં એક પહાડ પણ અવરોધ ઊભો કરી રહ્યો હતો. ત્યારે આ પહાડને ચીરીને 350 મીટરથી વધુ લાંબી માઉન્ટેન ટનલ બનાવવામાં આવી છે. આ પ્રથમ માઉન્ટેન ટનલ છે જેનું માત્ર 10 મહિનામાં કામ પૂર્ણ કર્યું છે