મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નવી દિલ્હીમાં 'Paytm' ના સ્થાપક અને CEO વી. એલ શર્માએ મુલાકાત યોજીને ગુજરાતના ગિફ્ટ સિટી દ્વારા દેશના અન્ય રાજ્યોમાં Paytm કનેક્ટિવિટીનો પ્રોજેક્ટ હાથ ધરવાની તત્પરતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, ગુજરાતના શહેરી વિસ્તારોમાં શેરી ફેરિયાઓ અને નાના દુકાનદારો માટે ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા માટે તેમણે રાજ્યની નગરપાલિકાઓ સાથે જોડાણ કરવા પણ ઉત્સુક્તા દાખવી હતી