હાલ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે. ત્યારે ગઈકાલે પાંચ ઓક્ટોબરના રોજ અંગદઝાડતી ગરમીનો લોકોએ સામનો કર્યો હતો. રાજયમાં ગઈકાલે સૌથી વધુ ગરમી નો પારો કંડલા ,રાજકોટ અને સુરેન્દ્રનગર ખાતે 36.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. દરમિયાન આજરોજ સૂર્યનારાયણનો પ્રકોપ ઘટતા ગરમીથી રાહત રહી છે. અને તાપમાનનો પારો રાજ્યમાં ગગડ્યો છે. આજરોજ 6 ઓક્ટોબરે સૌથી ઓછું તાપમાન ગાંધીનગર ખાતે 20.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાવવા પામ્યું છે