ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક એવા સેવાલિયામાં ભરબપોરે બજારમાં ચીલઝડપ થઈ હોવાની ઘટના સામે આવી છે. ગઠિયાઓએ રૂપિયા 10-20ની નોટ જમીન નીચે નાખી અને કારચાલકને કહ્યું કે તમારા પૈસા પડી ગયા છે, જેથી કારચાલક પૈસા લેવા ઊતરતાં જ અન્ય ગઠિયો કારમાંથી રોકડ એક લાખ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયો હતો આ મામલે કારમાલિકે સેવાલિયા પોલીસમાં અજાણ્યા ત્રણ ઈસમ સામે ફરિયાદ નોંધાવી છે.