Ahmedabad's Shastri Bridge has been closed off for heavy vehicles: Author-
There have been reports on Ahmedabad’s Shastri Bridge’s dilapidated condition. Following which a major decision has been taken by the city administration. The Ahmedabad Police Commissioner has issued a notification that the movement of heavy vehicles has been banned from today due to the dilapidated condition of this bridge. Only rickshaws, two-wheelers and four-wheelers will be allowed to cross the bridge.
અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ ભારે વાહન માટે બંધ...
છેલ્લા ઘણા સમયથી અમદાવાદના વિશાલા નારોલ નેશનલ હાઇવેનો શાસ્ત્રી બ્રિજ જર્જરિત હોવાના અહેવાલો સામે આવી રહ્યા હતા. ત્યારે આ અહેવાલો બાદ તંત્ર સફાળું જાગ્યું છે. અને આ બ્રિજને લઇને સૌથી મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામુ બહાર પાડી આ બ્રિજ જર્જરિત હોવાને કારણે આજથી બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. માત્ર પેસેન્જર રિક્ષા, ટુ-વ્હીલર્સ અને ફોર-વ્હીલર્સ વાહન બ્રિજ પરથી પસાર થઇ શકશે.