નવસારી પ્રાંત અધિકારી દ્વારા આજે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં 15 મી નવેમ્બર સુધી ગરનાળુ બંધ રાખવાનો હુકમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વાહન ચાલકોને રેલવે ક્રોસિંગ 127 તથા બંદર રોડ પુલના નીચેના ભાગથી પસાર થતા માર્ગનો ઉપયોગ કરવા સાથે જ અન્ય વૈકલ્પિક માર્ગ તરીકે ઓવર બ્રિજનો ઉપયોગ કરી શકાશે તેવું જાહેરનામા દિશા નિર્દેશ કરવામાં આવ્યો છે.