ગરબાએ આપણા ગુજરાતનું જીવન છે. આપણે બધાને તેનો સંપૂર્ણ આનંદ માણવો ગમે છે. તે આપણને દૈવી શક્તિ સાથે જોડવામાં મદદ કરે છે. પરંતુ આ કપરા સમયમાં સાવચેતી રાખવી જરૂરી છે. કૃપા કરીને કેટલાક મૂળભૂત નિયમોનું પાલન કરવું જરૃરી બન્યું છે. કારણ કે હાલ નાના-મોટા સહુ કોઈમાં હાર્ટ એટેકના કિસ્સામાં ચિંતાજનક વધારો થયો છે. આ બાબતની ગંભીરતા જોતા અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા ખેલૈયાઓ તથા ગરબા આયોજક માટે ગાઈડલાઇન જારી કરવામાં આવી છે.