ગુજરાત માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ10 -12 સાયન્સ, સામાન્ય પ્રવાહની માર્ચ-2023ની પરીક્ષાની ઉત્તરવહીમાં ભૂલ કરનારા 3855 શિક્ષકોને 24 લાખથી વધુનો દંડ ફટકારાયો છે. જે શિક્ષકોની સામે દંડનાત્મક કાર્યવાહી કરાઈ છે, તે શિક્ષકોને સપ્ટેમ્બર મહિનામાં નોટિસ ફટકારીને દંડ ભરવા માટેની સૂચના આપવામાં આવી છે.