ડ્રાઈવ-ઈન રોડ પરના ઇન્દ્રપ્રસ્થ ટાવરની 31 દુકાનોને મ્યુનિ.ના ઉ. પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ વિભાગે કરી છે. દુકાનમાલિકોએ પ્રતિબંધિત પ્લાસ્ટિક અને પેપર કેપનો ઉપયોગ નહીં કરવાની લેખિત બાંયધરી આપતાં સાંજે સીલ ખોલી આપ્યા હતા. દુકાન માલિકો કોમ્પ્લેક્સમાં તેમજ આસપાસ ગંદકી ફેલાવતા હતા. તેમજ સફાઈનું યોગ્ય ધારાધોરણ જાળવતા ન હતાં. જેને પગલે મ્યુનિ.ની ટીમે સોમવારે કોમ્પ્લેક્સની 31 દુકાનોને સીલ કરવામાં આવી હતી.