મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આજે હાઈકોર્ટમાં SITનો ફાઈનલ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં ઓરેવા કંપની બ્રિજ ધરાશાયી થવામાં સંપૂર્ણ જવાદરા હોવાનું જણાવ્યું છે. તેમજ આ અકસ્માત નહીં મર્ડર છે, એટલે 302ની કલમ આરોપીઓ સામે લાગવી જોઈએ. જોકે, રિપોર્ટના સંપૂર્ણ અભ્યાસ બાદ હાઈકોર્ટમાં દીવાળી વેકેશન બાદ સુનાવણી હાથ ધરાશે