અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમ અગાઉ મોહનથાળના પ્રસાદમાં ઘીના ભેળસેળના મામલે ઘીના સેમ્પલ લેવાયા હતા. ત્યારે ફૂડ વિભાગ દ્વારા તે સેમ્પલો નિષ્ફળ થતાં સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નીલકંઠ ટ્રેડર્સ અમદાવાદ દ્વારા 300 ઘીના ડબ્બાઓ મોહિની કેટરર્સને મોહનથાળ બનાવવા માટે આપ્યા હતા. ત્યારે ફૂડ વિભાગ દ્વારા તેમનું સેમ્પલ લેવાતા તે સેમ્પલો નિષ્ફળ થયા હતા. પોલીસે પ્રસાદ બનાવતી મોહિની કેટરર્સના 3 લોકોની અટકાયત કરી છે.