વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગત 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી યોજાયેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યમાં હાથ ધરાયેલી સ્વચ્છતાની વિવિધ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ અભિયાન રાજ્યમાં આગામી બે મહિના સુધી જનસહયોગથી વધુ વ્યાપક બનાવીને આગળ ધપાવવાના દિશાનિર્દેશ આપ્યા છે. જેના અનુસંધાને રાજ્યનાં મહાનગરોમાં પ્રવેશમાર્ગોની હદથી 5 કિલોમીટર સુધીનો વિસ્તાર, નગરપાલિકા વિસ્તારમાં પ્રવેશમાર્ગોની હદથી 2 કિલોમીટર સુધીનો વિસ્તાર, તેમજ ગ્રામ વિસ્તારોમાં મુખ્ય રસ્તા, હાઈવેને જોડતા મુખ્ય માર્ગોની દર રવિવારે અવશ્ય સાફસફાઈ થાય તેવી સૂચના આપી છે . સરકારી કચેરીઓ, વસાહતો, વોટરબોડીઝની સ્વચ્છતા માટે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું છે