અમદાવાદમાં આજે ઘણા સ્થળે દરોડા પાડ્યા હોવાના અહેવાલો મળી રહી છે. શહેરના ઘણા ભાગોમાં આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી છે. આઈટીના દરોડા પાડા શહેરમાંભરમાં હડકંપ મચી ગયો છે. દરોડામાં કુલ 100થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. આઈટી વિભાગે 2 કેમિકલ વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા છે, દરોડા બાદ બેનામી વ્યવહારો સામે આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. હાલ આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે